ભારત-ચીન સૈન્ય કોર કમાન્ડર વચ્ચે ૧૨ માં રાઉન્ડની આવતીકાલે બેઠક

પૂર્વી લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સરહદી વિવાદને ઉકેલવા માટે શનિવારે સવારે 10.30 વાગ્યે મોલ્ડોમાં બંને દેશોના મિલિટરી કોર્પ્સ કમાન્ડરની (Corps Commander Talks) 12 માં રાઉન્ડની બેઠક યોજાશે. તે વાસ્તવિક નિયંત્રણ રેખાની (LAC) બીજી બાજુ એટલે કે ચીન દ્વારા કબજે કરેલો ભાગ છે.
 
Sponsored By,


૧૨ મા રાઉન્ડની આ બેઠકનો પ્રસ્તાવ ચીને (China) મૂક્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે લશ્કરી વાટાઘાટો દરમિયાન બંને દેશો વચ્ચેની વાટાઘાટોનો મુખ્ય ઉદ્દેશ ગોગરા હાઇટ્સ, સીએનસી જંકશન અને દેપ્સાંગ પ્લેન્સ વિસ્તારો પર ચાલી રહેલા વિવાદના સમાધાન પર રહેશે. બેઠક બાદ આ બંને સ્થળોએથી સૈનિકોને પાછા ખેંચવા પર પ્રગતિ થવાની સંભાવના છે. આ સિવાય બેઠકમાં સેનાઓની વાપસીની સમીક્ષા કરવામાં આવશે. ઉપરાંત, ખીણમાં વર્તમાન તણાવ ઓછો કરવા અંગે ચર્ચા થઈ શકે છે.

Comments