કર્નલ રણબીર સિંહ જમવાલે 18 હજાર ફૂટની ઊંચાઇએ ભારતીય સૈન્યને બ્લેક ટોપ, ગુરંગ ટોપ સુધી પહોંચાડી ચીનને માત આપી

કર્નલ રણબીર સિંહ જમવાલ. 3 વખત એવરેસ્ટ સર કરી ચૂક્યા છે અને વિશ્વના 7 સૌથી ઊંચા શિખર સર કરી ચૂકેલા એકમાત્ર ભારતીય છે. આજે તેમનો ઉલ્લેખ એટલા માટે કે તેમણે જ ગયા મહિને ભારતીય સૈન્યને પેન્ગોન્ગ વિસ્તારના તે શિખરો સુધી પહોંચાડ્યું કે જેના કારણે ચીન સ્તબ્ધ છે.
 હેલમેટ ટોપ, ગુરંગ હિલ, મુકાબારી હિલ, મગર હિલ પર સ્ટ્રેટેજિક પોઝિશન લેવા માટે સૈન્યએ તેમને ડિપ્લોય કર્યા હતા. 18 હજાર ફૂટની ઊંચાઇવાળા આ વિસ્તારો સુધી પહોંચવું એક મોટો પડકાર હતો. આ એવો વિસ્તાર છે કે જ્યાં ઓક્સીજન ઓછો છે, સીધું ચઢાણ અને સામે દુશ્મન. આ જ કારણથી દેશ-દુનિયાના બેસ્ટ માઉન્ટેનિયર્સમાં સ્થાન ધરાવતા કર્નલ જમવાલને આ મહત્ત્વપૂર્ણ મિશન માટે પસંદ કરાયા.

Comments