માનનિય શ્રિ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસે માતૃપ્રેમ દર્શાવતું ૮૦,૦૦૦ લાકડાના ટૂકડામાંથી બનેલું આર્ટ વર્ક પ્રદર્શનમાં મુકાયું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ અલગ અલગ રીતે ઉજવાઈ રહ્યો છે. ત્યારે વેસુ વિસ્તારમાં એક પ્રતિકૃતિ પ્રદર્શિત કરવામાં આવી છે. બેંગ્લોરના મૈસૂરમાં તૈયાર થયેલી આ પ્રતિકૃતિમાં માતૃપ્રેમ દર્શાવવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આશિર્વાદ અને પ્રેમ આપતા હીરાબાની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. ૨૪ કલાકારોએ ૧૨ મહિના સુધી મહેનત કરીને આ વૂડ ઈન લે આર્ટ તૈયાર કર્યું છે. ૭ ફૂટ પહોળું અને ૫ ફૂટ ઊંચી આ પ્રતિકૃતિમાં આર્ટને જીવંત રાખવાની સાથે માતૃપ્રેમ દર્શાવવામાં આવ્યો છે. આ આર્ટમાં બનેલું મોદીજી અને હીરાબાનું ચિત્ર ૧૦ હજાર પ્રકારના લાકડાના અલગ અલગ પ્રકારના કટકાઓને ચોંટાડીને તૈયાર કરવામાં આવ્યું છે.

Comments