ડીસાના શેરપુરા ગામના ખેડુતે વરસાદી પાણીના સંગ્રહ કરવા માટે ૧૦ લાખના ખર્ચે ખેત તલાવડી બનાવી

ડીસાના શેરપુરા ગામના ખેડુતે વરસાદી પાણીના સંગ્રહ કરવા માટે ૧૦ લાખના ખર્ચે ખેત તલાવડી બનાવી ૬૦ લાખ લિટર પાણીનો સંગ્રહ થશે જેનાથી ૧૦ વીગા જમીનમાં ૧ વર્ષ સુધી ખેતી કર શકાશે
ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ધીમે ધીમે પાણીના તળ ઊંડા જઈ રહ્યા છે. જેના લીધે અનેક ખેડુતોના પાણીના બોરો ફેલ થઈ ગયા છે. તો અનેક ખેડુતો પોતાના બોરમાં નવી કોલમો ઉતારી રહ્યા છે. ત્યારે શેરપુરા ગામના એક ખેડુતે આગામી સમયમાં પાણીની તંગી ન સર્જાય તે માટે પોતાની જ ખેતીની જમીનમાં વરસાદી પાણીના સંગ્રહ કરવા માટે ખેત તલાવડી બનાવી છે.
ડીસા તાલુકાના શેરપુરા ગામના ખેડુત અણદાભાઈ દુધવાલ પરિવાર દ્વારા આવનારા દિવસોમાં પાણીની અછત ન સર્જાય અને ખેતી માટે જોઈએ તેટલું પાણી મળી રહે તે માટે કરીને આ ખેડુતે પોતાના ખેતરમાં ૧૦૦ બાય ૧૦૦ પોળી અને ૩૨ ફુટ ઊંડી ખેત તલાવડી ૧૦ લાખના ખર્ચે બનાવી છે. જેમાં વ્હોળાનું અને આજુબાજુના ખેતરોનું વરસાદી પાણી પાઈપ લાઈન દ્વારા સંગ્રહ કરાશે. આ ખેત તલાવડીમાં ૬૦ લાખ લીટર પાણીનો સંગ્રહ થશે. જેમાં ૧૨ મહિનાની ત્રણેય સીઝનમાં ૧૦ વીગા જગ્યામાં ખેતી થઈ શકશે. ત્યારે ગતરોજ ડીસા તાલિકાના પૂર્વ પ્રમુખ અને પ્રગતિસીલ યુવા ખેડુત પ્રવિણભાઈ માળીએ આ ખેડૂત પરિવારની મુલાકાત લઈ તેમના આ કાર્યને આવકાર્યું હતું અને અન્ય ખેડુતો પણ આવી ખેત તલાવડી બનાવે જેથી કરીને આગામી દિવસોમાં પાણીની અછત ન સર્જાય તેવી અપીલ કરી હતી.

Comments