યાત્રાધામ ડાકોર મંદિરમાં જન્માષ્ટમી ના દિવસે આરતી સમયે પ્રવેશ નહીં મળે રણછોડજીના દર્શનના સમયમાં ફેરફાર

રાજ્ય સરકાર દ્વારા ગાઈડલાઈન સ્પષ્ટ કરી દેતા હવે દેવાલયો પણ જન્માષ્ટમીની ઉજવણી માટે થનગની રહ્યા છે. ત્યારે યાત્રાધામ ડાકોર દ્વારા જન્માષ્ટમીનાં દિવસે દર્શનના સમયમાં ફેરફાર કર્યા છે.
મંદિર દ્વારા જાહેર કરેલ યાદી મુજબ 30 ઓગસ્ટના રોજ સવારે 6.30 વાગ્યે નીપજ મંદિર ખુલી 6.45 વાગ્યે મંગળા આરતી ના દર્શન થઈ નિત્ય ક્રમાનુસાર સેવા થઇ રાજભોગ દર્શન થઈ બપોર ના 12.30 વાગ્યા પછી અનુકૂળતા ઠાકોરજી પોઢી જશે. તે બાદ સાંજે 4.45 વાગ્યે નીપજ મંદિર ખુલી 5 વાગ્યે ઉત્થાપન આરતી થઈ નિત્ય ક્રમાનુસાર શયન ભોગ અને સખડી ભોગ થઈને દર્શન ખુલ્લા રહેશે.રાત્રીના બરાબર 12 વાગ્યે ભગવાનને કંકુ તિલક કરી જન્મોત્સવ ઉજવવામાં આવશે મોટો મુગટ ધરી પારણે બીરાજી આરતી થઇ વહેલી સવારે 4 થી 5 વાગ્યાના અરસામાં મહાભોગ આરોગી ઠાકોરજી પોઢી જશે. 31 ઓગસ્ટના રોજ ઠાકોરજીની મંગળા આરતીનો સમય સવારે 9 વાગ્યા નો રહેશે. જે દરમિયાન નિજમંદિર ખીલ 9 વાગ્યાના અરસામાં મંગળા આરતી થેસે. મહત્વની વાત છેકે સરકારની ગાઈડલાઈન મુજબ આ જન્માષ્ટમી ડાકોર મંદિરમાં 200-200 ના જુથમાં જ વૈષ્ણવોને મંદિર પ્રવેશ આપવામાં આવશે. તે દરમિયાન દરેક વૈષ્ણવ ભક્તોએ કોરોના એસઓપીનું પાલન કરવાનું રહેશે.

Comments