વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે રાત્રે અચાનક જ પહોંચ્યા નવા સાંસદ ભવન ના નિર્માણ નું નિરીક્ષણ કરવા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે રાત્રે સેન્ટ્રલ વિસ્ટાની બાંધકામ સાઈટ પર પહોંચ્યા છે. જ્યા તેમણે નવા સંસદ ભવનના નિર્માણ કાર્યનું નિરીક્ષણ કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લગભગ 8:45 વાગે નિર્માણ સ્થળ પર હતા. તેમણે સાઈટ પર આશરે એક કલાક પસાર કર્યો અને નિર્માણ કાર્યનું નિરીક્ષણ કર્યું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મુલાકાત અંગે કોઈને જાણ કરી ન હતી. તેમણે બાંધકામ સાઈટ પર પહેરવામાં આવતું હેલમેટ પણ માથા પર પહેર્યું હતું. રાજધાની દિલ્હીમાં તૈયાર થઈ રહેલા સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ અંતર્ગત નવા સંસદનું નિર્માણ થઈ રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે નવા સંસદ ભવનનું નિર્માણ આગામી વર્ષ સુધીમાં થઈ જશે. આ માટે મોટા પ્રમાણમાં દિવસ-રાત કામગીરી થઈ રહી છે અને મોટી સંખ્યામાં કામદારો કામગીરી કરી રહ્યા છે. નવા સંસદ ભવન જૂના સંસદ ભવનથી 17 હજાર વર્ગમીટર મોટું હશે. તેને રૂપિયા 971 કરોડ રૂપિયાના ખર્ચથી આશરે 64500 વર્ગમીટર ક્ષેત્રમાં તૈયાર કરવામાં આવશે. આ નિર્માણ કામગીરી ટાટા પ્રોજેક્ટ લિમિટેડ દ્વારા કરવામાં આવી રહી છે. તેની ડિઝાઈન એચસીપી ડિઝાઈન, પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ પ્રાઈવેટ લિમિટેડે તૈયાર કરી છે.

Comments