બોમ્બે હાઇકોર્ટમાં આવતીકાલે આર્યન ખાનની જામીન અરજી પર 2.30 વાગે સુનાવણી થશે

ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસમાં શાહરુખના દીકરા આર્યન ખાનની જામીન અરજી પર આજે, એટલે કે 26 ઓક્ટોબરના રોજ સુનાવણી શરૂ થઈ છે. કોર્ટમાં સીનિયર વકીલ મુકુલ રોહતગીએ પોતાની દલીલો શરૂ કરી છે. NCBએ આર્યન ખાનની જામીન અરજીનો વિરોધ કર્યો છે. હાઇકોર્ટમાં જવાબ દાખલ કરીને NCBએ કહ્યું હતું કે જામીન મળી તો આર્યન ખાન પુરાવા સાથે છેડછાડ કરી શકે છે. તે વિદેશ ભાગી શકે છે. આર્યનના વકીલે કહ્યું છે કે ડ્રગ્સકેસમાં સાક્ષી પ્રભાકરને એફિડેવિટ સાથે તેમને કોઈ લેવા-દેવા નથી. પ્રભાકરે આર્યનકેસમાં 18 કરોડ ડીલ થઈ હોવાની વાત કહી છે. હાઇકોર્ટે આવતીકાલ, 27 ઓક્ટોબરે અઢી વાગે ફરી સુનાવણી હાથ ધરવાનો આદેશ આપ્યો હતો.

કોર્ટમાં મુકુલ રોહતગીએ શું દલીલો કરી?
મુકુલ રોહતગીએ કોર્ટમાં કહ્યું હતું કે આ સમ્રગ કેસ 2 ઓક્ટોબરથી શરૂ થયો હતો. આર્યન ક્રૂઝ પાર્ટીનો કસ્ટમર નહોતો. તે એક સ્પેશિયલ ગેસ્ટ તરીકે આવ્યો હતો. તેને પ્રતીક ગાબા નામની વ્યક્તિએ બોલાવ્યો હતો. પ્રતીક ઇવેન્ટ મેનેજર હોવાનું કહે છે. મુકુલ રોહતગીએ કહ્યું હતું, આર્યન તથા અરબાઝ 2 ઓક્ટોબરે બપોરે ક્રૂઝ ટર્મિનલ પર ગયા હતા. NCBના કેટલાંક લોકો પહેલેથી જ ટર્મિનલ પર હાજર હતા. તેમની પાસે ઈન્ફર્મેશન હતી. તેમના ક્લાયન્ટ આર્યન તથા અરબાઝને ક્રૂઝ પર આવે તે પહેલાં જ પકડી લેવામાં આવ્યા હતા. તેમના ક્લાયન્ટ પાસેથી કંઈ જ મળ્યું નથી. ડ્રગ્સ લીધું હોવાની વાત પણ સાબિત થઈ નથી. હજી સુધી તેનો કોઈ મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યો નથી.​

અમે અમારી અરજીઓમાં અનેકવાર આ સવાલ કર્યો છે કે જે લોકો પોલીસ અધિકારી પણ નથી, તે પણ પોલીસના અધિકારોનો ઉપયોગ કરે છે. તેઓ કહે છેક ે તેમને ધરપકડ કરવાનો અધિકાર છે. આ ઉપરાંત તે પોલીસ અધિકારી પણ નથી.

જ્યારે કોઈ પણ પ્રકારની રિકવરી કે ડ્રગ્સ લેવાની વાત જ નથી તો મારા ક્લાયન્ટની ખોટી રીતે ધરપકડ કરવામાં આવી છે.

રોહતગીએ એમ પણ જણાવ્યું હતું કે કેવી રીતે જામીન અરજી હાઇકોર્ટ સુધી પહોંચી.

મારા ક્લાયન્ટ વિરુદ્ધ જે પણ વાત કરવામાં આવી છે, તે આ છે કે આર્યન અરબાઝ મર્ચન્ટની સાથે આવ્યો હતો. આથી જ માની લેવામાં આવ્યું કે તમને ડ્રગ હોવાની જાણ હતી.

મને (આર્યનને) આ વાતની માહિતી હતી અને તે માટે હું જ જવાબદાર હતો. જ્યારે આ મારી જવાબદારી હતી જ નહીં.

કોન્શિયસ પઝેશનનો અર્થ એ છે કે જે વસ્તુ અંગે મને માહિતી હોય અને મારા કંટ્રોલમાં હોય. જો હું કાર ડ્રાઇવ કરું છું અને તેમાં કંઈક રાખ્યું હોય તો આ કોન્શિયસ પઝેશનનો કેસ બને છે.

મારો કેસ એ છે કે મારા ક્લાયન્ટ વિરુદ્ધ કોન્શિયસ પઝેશનનો કેસ બનતો નથી. કોઈએ પોતાના શૂઝમાં શું રાખ્યું છે, તે જોવાનું કામ મારું નથી. આથી જ આ કોન્શિયસ પઝેશનનો કેસ નથી.

આ પાર્ટી ચાલુ રાખવા સંબંધિત કેસ નથી તો પછી કેમ મારા ક્લાયન્ટને ટાર્ગેટ કરવામાં આવે છે? ઘણાં લોકો છે, જેમના કર્મશિયલ અકાઉન્ટ છે અને તેમની પણ ધરપકડ કરવામાં આવી છે.

જો મારા ક્લાયન્ટ વિરુદ્ધ કોન્શિયસ પઝેશનનો પણ કેસ છે તો તેમાં 6 ગ્રામ ડ્રગ રાખવા પર વધુમાં વધુ 1 વર્ષની સજા થઈ શકે છે. આથી મારી પર સેક્શન 27A હેઠળ કેસ બનતો નથી. મારા વિરુદ્ધ કેસ કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું છે.

આ એક સામાન્ય તથા અજીબ પ્રકારની સ્થિતિ છે, જેમાં NDPSના સેક્શન 37 હેઠળ કેસ થયો અને ઇનડાયરેક્ટ રીતે સેક્શન 27A હેઠળ કાર્યવાહી થઈ રહી છે.

અમેરિકા તથા વિશ્વના કેટલાંક હિસ્સામાં ગાંજા પર પ્રતિબંધ નથી, કારણ કે તેની ઔષધીય વેલ્યૂ છે. કાયદાકીય હેતુ એ છે કે જો તમારી પાસે એ છે અને તમે એનો ઉપોયગ કરો છો તો તમારે રિહેબ સેન્ટર જાઓ છે અને પછી તમારી પાસે ઇમ્યુનિટી છે.

આર્યનના વકીલ અમિત દેસાઈએ કહ્યું હતું, આર્યન ખાન તથા અચિત કુમાર ઓનલાઇન પોકર ગેમ રમ્યા હતા અને તેમની વચ્ચે કેટલીક વાત થઈ હતી અને તેને હવે ટ્રાન્ઝેક્શન તરીકે રજૂ કરવામાં આવી છે.

મુકુલ રોહતગીઃ ફાઈનાન્સિંગ શબ્દનો ખૂબજ વ્યાખ્યાયિત ઉપયોગ છે, પરંતુ અહીંયા કોઈ ફાનાન્સિંગ નથી. જે થોડી ચેટ પણ છે, તે વર્ષથી પણ જૂની છે.

મુકુલ રોહતગીઃ રમીના એક જૂનો કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ સ્કિલ ગેમ છે. હોર્સ રેસિંગને પણ ગેમ ઓફ સ્કિલ તરીકે જોવામાં આવે છે. કારણ કે વ્યક્તિએ ઘોડાનો અભ્યાસ કરવો પડે છે.

મુકુલ રોહતગીઃ NCB જે વ્હોટ્સએપ ચેટ પર આધાર રાખે છે તે ચેટ્સ હાલના કેસ સાથે કોઈ સંબંધ ધરાવતી નથી.

મારા ક્લાયન્ટ વિરુદ્ધ ડ્રગ લેવાનો, ખરીદ-વેચાણનો કેસ નથી. તે અરબાઝ મર્ચન્ટ સિવાય ડ્રગ્સ સાથે સંબંધ રાખનાર કોઈ પણ વ્યક્તિને ઓળખતો નથી.

અરેસ્ટ મેમો પરથી એવું લાગે છે કે આર્યને ડ્રગ્સ રાખ્યું હતું.

મારા ક્લાયન્ટ NCBના એક પણ અધિકારી પર આરોપ મૂકતા નથી. મને વિટનેસ નંબર 1 અને 2 એટલે કે પ્રભાકર સેલ તથા કેપી ગોસાવી સાથે કોઈ મતલબ નથી. હું તેમને ઓળખતો નથી.

રોહતગીઃ આ યંગ બોય્ઝ છે, તેમને રિહેબ સેન્ટરમાં મોકલી શકાય છે, પરંતુ તેમના પર કેસ ચલાવી શકાય નહીં. મેં ન્યૂઝ પેપરમાં પણ વાંચ્યું છે કે સરકાર સુધાર અંગે વાત કરી રહી છે.

મુંબઈની સ્પેશિયલ NDPS કોર્ટે 20 ઓક્ટોબરના રોજ જામીન અરજી ફગાવી દીધી હતી. વીવી પાટીલે આર્યન, અરબાઝ મર્ચન્ટ તથા મુનમુન ધામેચાની જામીન અરજી ફગાવી દીધી હતી. જેલમાં આર્યનને કેદી નંબર 956 છે. આર્યનની 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી 21 ઓક્ટોબરના રોજ પૂરી થઈ હતી અને ત્યાર બાદ કોર્ટે 30 ઓક્ટોબર સુધી કસ્ટડી વધારી હતી. આજે જાણીતા વકીલ તથા પૂર્વ ઍટર્ની જનરલ મુકુલ રોહતગી આર્યન ખાન તરફથી કેસ લડશે. તેઓ સોમવાર, 25 ઓક્ટોબરના રોજ મુંબઈ આવી ગયા હતા. આર્યનની અરજીનો સિરિયલ નંબર 57 હતો.

આર્યનને ડ્રગ્સની પૂરી જાણકારી આપી હતી

કોર્ટે કહ્યું હતું કે ભલે આર્યનની પાસે કોઈ ગેરકાયદે ડ્રગ નથી મળ્યું, પરંતુ અરબાઝ મર્ચન્ટની પાસેથી 6 ગ્રામ ચરસ મળ્યું હતું. સ્થિતિને જોતાં ખ્યાલ આવે છે કે આર્યનને અરબાઝની પાસે ડ્રગ હોવાની સંપૂર્ણ જાણકારી હતી. જજમેન્ટમાં જણાવવામાં આવ્યું કે આર્યન અને અરબાઝ બંને લાંબા સમયથી મિત્ર છે. બંને ઈન્ટરનેશનલ ક્રૂઝ ટર્નિલ પર સાથે જ ગયા હતા. બંનેએ નિવેદન આપ્યું છે કે તેઓ પોતાના ઉપયોગ અને આનંદ માટે ગેરકાયદે રીતે આ ડ્રગ સાથે લઈ આવ્યાં હતાં. આર્યનને એ પણ ખ્યાલ હતો કે અરબાઝે પોતાના જૂતામાં ડ્રગ્સ છુપાવ્યું છે.

જામીન મળશે તો ફરી ડ્રગ્સ લઈ શકે છે
કોર્ટે કહ્યું હતું કે આર્યનનો જામીન પર છુટકારો થયા બાદ ફરીથી આ પ્રકારની એક્ટિવિટી નહીં કરે એવું માનવાનું કોઈ જ કારણ નથી, એટલે કે જામીન પર બહાર આવ્યા બાદ તેઓ ફરીથી ડ્રગ્સ લેવાનું શરૂ કરી શકે છે.


Comments