એર ઇન્ડિયા હવે ટાટા ની માલિકી મા

એર ઈન્ડિયા હવે ટાટા ગ્રુપની થઈ ગઈ છે. ટાટા ગ્રુપે બોલી જીતી છે. સરકારે ટાટા સન્સની બોલીનો સ્વીકાર કર્યો છે. સરકારે તેમાં 100 ટકા હિસ્સો વેચવા માટે ટેન્ડર મંગાવ્યું હતું. એર ઈન્ડિયાની બીજી કંપની એર ઈન્ડિયા સેન્ટ્સ માં સરકાર તેની સાથે 50 ટકા હિસ્સો વેચશે.

એર ઈન્ડિયા માટે જે કમિટી બની છે, તેમાં નાણાં મંત્રી નિર્મલા સીતારમણ, કોમર્સ મંત્રી પિયૂષ ગોયલ અને એવિએશન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એર ઈન્ડિયાની રિઝર્વ પ્રાઈસ 15થી 20 હજાર કરોડ રૂપિયા સુધી નક્કી કરવામાં આવી હતી.
ટાટા ગ્રુપે સ્પાઈસ જેટના ચેરમેન અજય સિંહ કરતા વધુ બોલી લગાવી હતી. આ રીતે લગભગ 68 વર્ષ પછી એર ઈન્ડિયાની માલિકી ફરીથી ટાટા ગ્રુપની થઈ છે. એર ઈન્ડિયા માટે બોલી લગાવવાની અંતિમ તારીખ 15 સપ્ટેમ્બર હતી. તે પછીથી જ એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે ટાટા ગ્રુપ એર ઈન્ડિયાને ખરીદી શકે છે.

એર ઈન્ડિયાને 1932માં ટાટા ગ્રુપે શરૂ કરી હતી. ટાટા ગ્રુપના જે.આર.ડી.ટાટા તેના ફાઉન્ડર હતા. તે પોતે પાયલટ હતા. ત્યારે તેનું નામ ટાટા એર સર્વિસ રાખવામાં આવ્યું હતું. 1938 સુધીમાં કંપનીએ તેની ઘરેલુ ઉડાનો શરૂ કરી દીધી હતી. બીજા વિશ્વ યુદ્ધ પછી તેને સરકારી કંપની બનાવવામાં આવી. આઝાદી પછી સરકારે તેમાં 49 ટકા હિસ્સો ખરીદ્યો હતો.આ ડીલ અંતર્ગત એર ઈન્ડિયાની મુંબઈ સ્થિત હેડ ઓફિસ અને દિલ્હીનું એરલાઈન્સ હાઉસ પણ સામેલ છે. મુંબઈની ઓફિસની માર્કેટ વેલ્યુ 1500 કરોડ રૂપિયાથી વધુ છે. હાલ એર ઈન્ડિયા દેશમાં 4400 અને વિદેશોમાં 1800 લેન્ડિંગ અને પાર્કિંગ સ્લોટને કન્ટ્રોલ કરે છે.ભારે ભરખમ ઋણ હેઠળ દબાયેલી એર ઈન્ડિયાને ઘણા વર્ષોથી વેચવાની યોજનામાં સરકાર નિષ્ફળ રહી છે. સરકારે 2018માં 76 ટકા હિસ્સો વેચવા માટે બોલી મંગાવી હતી. જોકે તે સમયે સરકારે મેનેજમેન્ટ કન્ટ્રોલ પોતાની પાસે રાખવાની વાત કહી હતી. જોકે તે સમયે કોઈએ રસ ન દાખવતા સરકારે મેનેજમેન્ટ કન્ટ્રોલની સાથે તેને 100 ટકા વેચવાનો નિર્ણય કર્યો.1953 માં ભારત સરકારે એર કોર્પોરેશન્સ એક્ટ પસાર કર્યો અને ટાટા સન્સ પાસેથી કેરિયરમાં બહુમતી હિસ્સો ખરીદ્યો જોકે તેના સ્થાપક જેઆરડી ટાટા 1977 સુધી ચેરમેન તરીકે ચાલુ રહ્યા. કંપનીનું નામ એર ઇન્ડિયા ઇન્ટરનેશનલ લિમિટેડ રાખવામાં આવ્યું. અને પુનર્ગઠનના ભાગરૂપે સ્થાનિક સેવાઓને ભારતીય એરલાઇન્સમાં તબદીલ કરવામાં આવી હતી. 1948 થી 1950 સુધી, એરલાઇને કેન્યામાં નૈરોબી અને યુરોપના મુખ્ય સ્થળો રોમ, પેરિસ અને ડસેલ્ડોર્ફ માટે સેવાઓ શરૂ કરી.

                                                      અહે.નિલ પટેલ

Comments