WTO મંજૂરી આપે , તો ભારત વિશ્વને ખાદ્યપદાર્થો સપ્લાય કરવા તૈયાર : PM મોદી

 રાષ્ટ્રપતિ જો બિડેન સાથેની તેમની વાતચીત દરમિયાન તેમણે વિશ્વ વેપાર સંગઠન ( WTO ) દ્વારા મંજૂરી આપવામાં આવે તો વિશ્વને ભારતના ખાદ્ય ભંડારની સપ્લાય કરવાની રજૂઆત કરી હતી . પીએમ મોદીએ વીડિયો લિંક દ્વારા અડાલજમાં શ્રી અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટની હોસ્ટેલ અને શિક્ષણ સંકુલનું ઉદ્ઘાટન કર્યા બાદ આ વાત કહી હતી . તેમણે કહ્યું કે યુદ્ધના કારણે વિશ્વના વિવિધ ભાગોમાં ખાદ્ય પદાર્થોનો ભંડાર ઘટી રહ્યો છે .
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે , યુદ્ધને કારણે વૈશ્વિક ખાદ્યપદાર્થોનો સ્ટોક ઘટી રહ્યો છે , અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન સાથેની વાતચીત દરમિયાન મેં કહ્યું કે , જો વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન ( WTO ) કેટલીક છૂટ આપે તો અમે દુનિયાને ભારતીય ખાદ્ય સામગ્રી પૂરી પાડવાનું શરૂ કરી શકીએ છીએ . તેમણે વધુમાં કહ્યું કે , આજે દુનિયા એક અનિશ્ચિત સ્થિતિનો સામનો કરી રહી છે . કારણ કે કોઈને પણ એ નથી મળી રહ્યું , જે તેઓ ઈચ્છે છે . પેટ્રોલ , તેલ અને ખાતર ખરીદવાનું મોંઘુ થઈ ગયું છે . કારણ મોટા ભાગના દરવાજા બંધ થતાં જાય છે . રશિયા યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદથી સૌ કોઈ પોતાનો સ્ટોક સુરક્ષિત કરવા માગે છે . પીએમ મોદીએ કહ્યું કે , દુનિયા હવે એક નવી સમસ્યાનો સામનો કરી રહ્યો છે . દુનિયાનો અન્ન ભંડાર ખાલી થઈ રહ્યો છે . હું અમેરિકી રાષ્ટ્રપતિ સાથે વાત કરી રહ્યો હતો અને તેમણે પણ આ મુદ્દાને ઉઠાવ્યો છે . મેં સૂચન કર્યું કે જો વિશ્વ વેપાર સંગઠન મંજૂરી આપશે , તો ભારત કાલથી જ દુનિયાને ખાદ્ય ભંડારની સપ્લાઈ કરવા માટે તૈયાર છે .

Comments