આણંદ રૂરલ પોલીસ નો હોમગાર્ડ ૭,૫૦૦ ની લાંચ લેતા ઝડપાયો.

આણંદ રૂરલ પોલીસમાં ફરજ બજાવતો હોમગાર્ડ ૭૫૦૦ ની લાંચ લેતાં ઝડપાયો આણંદ રૂરલ પોલીસ મથકમાં છેલ્લા કેટલાક સમયથી ફરજ બજાવતા હોમગાર્ડને આણંદ એસીબીએ રૂપિયા ૭,૫૦૦ ની લાંચ લેતા જીટોડિયા ગેસ પંપ સામેથી ઝડપી રંગેહાથે ઝડપી પાડ્યો આ અંગે એસીબી પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ આણંદ શહેર નજીક આવેલા હાડગુલ ગામમાં ખેતીવાડી નજીક રહેતો વિજયભાઈ કાંતિભાઈ રાઠોડ છેલ્લા કેટલાક સમયથી હોમગાર્ડ તરીકે આણંદ રૂરલ પોલીસ મથકમાં ફરજ બજાવે છે .
થોડાં સમય પહેલાં જીટોડીયા ગામમાં રહેતા રીક્ષાચાલક અને ફરિયાદીને તેમના કાકાના દીકરાઓ દારૂ પીને હેરાન કરતા હોવાથી તે બાબતની લેખિતમાં પોલીસ મથકમાં અરજી આપી હતી . જે તે સમયે હાજર હોમગાર્ડ વિજપ રાઠોડે તેમની પાસેથી રૂપિયા ૨૦૦ લઈ પોતાનો મોબાઈલ નંબર આપી કોઈપણ કામ હોય તો સંપર્ક કરવા જણાવ્યું હતું . આ અરજી આપ્યાને ઘણો સમય થઈ ગયા છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી . જેથી ફરિયાદીએ હોમગાર્ડ વિજય રાઠોડનો સંપર્ક કર્યો હતો અને પોતાની આપેલી લેખિત ફરિયાદ બાબતે અને સામાવાળા વિરુધ આગળ કાર્યવાહી કરવા જણાવ્યું હતું . પરંતુ હોમગાર્ડ વિજય રાઠોડે તેમને જણાવ્યું હતું કે , આગળની કાર્યવાહી કરવા માટે રૂપિયા ૭૫૦૦ આપવા પડશે . પૈસા આપશો તો જ આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું . જેથી ફરિયાદીએ લાંચના રૂપિયા આપવાના નક્કી કર્યાં હતાં . ૭૫૦૦ ત્યારબાદ બીજી વાર ફોન કરીને ફરિયાદીએ હોમગાર્ડ વિજય રાઠોડને લાંચના રૂપિયા કંઈ આપવા જેથી હોમગાર્ડ વિજય રાઠોડે જીટોડીયા ગેસ પંપ સામે રૂપિયા આપી જવા જણાવ્યું હતું . બીજી બાજુ ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે આણંદ એસીબી પોલીસ મથકે જઈને પોતાની સાચી હકીકત જણાવી હતી . બાદમાં આણંદ એસીબી પોલીસ મથકના પી.આઈ. રાજપુત મેડમ અને તેમની ટીમે લાચનું છટકું ગોઠવીને જીટોડીયા ગેસ પંપ સામેથી ફરિયાદી પાસેથી લાંચની રકમ રૂપિયા ૭૫૦૦ / લેતા હોમગાર્ડ વિજય કાંતિભાઈ રાઠોડ નેરંગે હાથે ઝડપી પાડ્યો બાદ મા તેના વિરુદ્ધ ગુનો નોંઘી આગળની કાર્યવાહી હાથ ઘરી છે . આ અગાઉ પણ હોમગાર્ડ વિજય રાઠોડ રીક્ષાચાલક પાસેથી રૂપિયા ૨૦૦ લીધા હોવાનું બહાર આવ્યું છે.
   
                                      અહે. અલ્પેશસિંહ જાદવ 

Comments