વડોદરાના બાળ કલાકારને હિન્દી ટી.વી. સિરીયલમાં કામ કરવાની તક મળી, કહ્યું: હું અભિનય ક્ષેત્રે જ કારકિર્દી બનાવવા માંગુ છું

કલાનગરી વડોદરાના અનેક કલાકારો વિશ્વ સ્તરે અભિનયમાં નામના મેળવી રહ્યા છે અને પોતાની આગવી ઓળખ ઉભી કરી રહ્યા છે, ત્યારે છેલ્લા 20 વર્ષથી અભિનય ક્ષેત્રે અભિનયના ઓજસ પાથરી રહેલા વડોદરાના કલાકાર સાથે વડોદરાના જ એક બાળ કલાકારને પણ અભિનય કરવાનો મોકો મળ્યો છે. વડોદરાના સિનિયર અને બાળ કલાકારની આ જોડી જાણીતી ટી.વી. સિરીયલમાં અભિનય કરીને ઘર-ઘરમાં ચાહના મેળવી રહ્યા છે.                                             અહે .નિલ પટેલ

Comments