અમદાવાદ એરપોર્ટ ઉપરથી 4 કિલો કોકેઈન સાથે આફ્રિકન ઝડપાયો, આવો હતો ડ્રગ્સ માફિયાનો પ્લાન

NCBએ તેની પાસે રહેલા સમાન તપાસતા  પ્રોટીન સપ્લીમેન્ટના પેકેટ મળી આવતા શંકા ઉભી થઇ હતી. બાદ ઉંડાણપૂર્વક તપાસ કરતા સામે આવ્યું કે આરોપીએ પેકેટના  સિલ ખોલીને કોકેઇન ડ્રગ્સ ભર્યું હતું.

અમદાવાદ: અમદાવાદ નાર્કોટિક્સ કન્ટ્રોલ ઝોનલ ઓફિસને ડ્રગ્સ મોટો જથ્થો પકડવામાં વધું એક સફળતા મળી છે. એનસીબીએ (NCB) એરપોર્ટ પર આફ્રિકન નાગરિકની ચાર કિલો કોકેઈન સાથે ધરપકડ કરી છે. ડ્રગ્સની હેરાફેરીમાં આફ્રિકન નાગરિકની અગાઉ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ સામે આવી હતી. પરંતુ  ગુરુવારે ચોક્કસ હકીકત આધારે ગુજરાત NCB ટીમને મહત્વની કડી હાથે લાગી છે અને પૂછપરછ વધુ ખુલાસો સામે આવી શકે છે.

Comments