અધિકારી કામ નહિ કરે તો મધુશ્રીવસ્તવ બતાવશે ચૌદમુ રતન

અધિકારીઓ કામ ન કરે તો કહેજો, ચૌદમું રતન ન બતાડું તો મારૂં નામ મધુ શ્રીવાસ્તવ નહીં.
મે મારી પ્રજાને વચન આપ્યું છે કે અડધી રાતે તમારું કામ કરીશ, ભગવાન સિવાય કોઈ લોર્ડ ગવર્નરથી હું ડરતો નથી.
વડોદરા : વડોદરાના દબંગ એમએલએ  મધુ શ્રીવાસ્તવનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો પાદરા શહેરમાં યોજાયેલા કાર્યક્રમનો છે. મધુ શ્રીવાસ્તવે આ વીડિયોમાં ફરી અધિકારીઓને 'ચૌદમુ રતન' બતાવવાની ધમકી આપી છે. જોકે, તેઓ આ વાતને ધમકી માનતા નથી. તેમના મતે 'ચૌદમું રતન' એટલે અધિકારી કામ ન કરે તો તેની બદલી કરાવી શકવાની ક્ષમતા. મધુ શ્રીવાસ્તવે જણાવ્યું, 'જે કોઈ પણ અધિકારીઓ હશે અધિકારીઓ કામ ન કરે તો ચૌદમું રતન ન વાપરું તો મારું નામ મધુ શ્રીવાસ્તવ નહીં, સમય આવી ગયો છે ઘણું બધું છે. આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો જે કોઈ પણ ઉમેદવાર હોય તેને જંગી બહુમતીથી જીતાડશો.' આ વીડિયો મધુ શ્રીવાસ્તવનો પાદરમાં વાયરલ થયો જ્યાં તેમણે આ વાત કહી હતી.
                                                    અહે. નિલ પટેલ
           

Comments