ગાંધીનગર ખાતે ઓસ્ટ્રેલિયાના પૂર્વ વડાપ્રધાનશ્રી ટોની અબોટે લીધી મુલાકાત

ગાંધીનગર ખાતે ઓસ્ટ્રેલિયાના પૂર્વ વડાપ્રધાનશ્રી ટોની અબોટે લીધી મુલાકાત. 
ગુજરાત અને ઓસ્ટ્રેલિયાના વેપાર સંબંધો વધુ મજબૂત બનાવવા શ્રી ટોની અબોટે વિચાર વિમર્શ કર્યો હતો. વૈશ્વિક રોકાણ માટે યોજાતા વાઇબ્રન્ટ સમિટમાં ઓસ્ટ્રેલિયા વર્ષોથી ગુજરાતનું પાર્ટનર કન્ટ્રી રહ્યું છે. મોટા પ્રમાણમાં ગુજરાતીઓ ઓસ્ટ્રેલિયામાં વસવાટ કરે છે.
 ગુજરાત-ભારત સાથે ઓસ્ટ્રેલિયાના આર્થિક અને વેપાર સંબંધો વધુ આગળ વધારવા  કટિબદ્ધ છીએ. પૂર્વ વડાપ્રધાનશ્રી ટોની અબોટે ગુજરાત સાથે વિવિધ ક્ષેત્રે દ્વિપક્ષીય વેપાર અને રોકાણની તકો વધારવા, વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી હેઠળ ઓસ્ટ્રેલિયા-ગુજરાત વચ્ચે વ્યાપક આર્થિક સહકાર વધારવા સહિતના મુદ્દાઓ ઉપર વિસ્તૃત ચર્ચા કરી હતી.

Comments