ટ્રાફિકના નિયમો તોડવા પર હવે પોલીસ ફોટો ખેંચી ચલન નહીં મોકલી શકે, જાણીલો નવા નિયમો

વાહન ચાલકો હવે નીયમ તોડી કોર્ટમાં પણ દલીલો કરી બચી નહી શકો, પાક્કા પુરાવા સાથે પોલીસ વસુલશે દંડ. જોઈલો - ગુજરાતના કયા કયા શહેરમાં ત્રીજી આંખ કરાવશે નિયમોનું જબરદસ્ત પાલન
 ટ્રાફિકના નિયમોનો ભંગ કરવા બદલ ટ્રાફિક પોલીસ વાહનના ડ્રાઈવરને માત્ર ફોટો ખેંચીને ચલણ મોકલી શકશે નહીં. માર્ગ પરિવહન મંત્રાલયે ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરવા માટે નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે પોલીસે ટ્રાફિકના નિયમો તોડનાર વાહનચાલકના ચલન માટે ફૂટેજ એટલે કે રેકોર્ડિંગ ફરજિયાત બનાવવું પડશે. આ માટે, પરિવહન વિભાગ અને રાજ્ય પોલીસ ચાર રસ્તાઓ, અન્ય રસ્તાઓ અને રાજમાર્ગો પર ડિજિટલ ઉપકરણો સ્થાપિત કરશે. માર્ગ પરિવહન મંત્રાલયે દેશના 132 શહેરોની ઓળખ કરી છે, જ્યાં ટ્રાફિક નિયમોનું સખત રીતે ડિજિટલ સાધનો લગાવીને પાલન કરવામાં આવશે.
હાલમાં, ટ્રાફિક પોલીસ ટ્રાફિક નિયમોની ઘણી શ્રેણીઓના ઉલ્લંઘન માટે કેમેરામાંથી ફોટો લઈને ચલણ મોકલે છે. આમાં ઘણી વખત ટ્રાફિકના નિયમો તોડતા વાહનોના માલિક પોલીસને ખોટો સાબિત કરવાનો પ્રયાસ કરે છે. અને નિયમ નથી તોડ્યો તેમ કહી દલીલો કરે છે, આમ પોલીસ અને કોર્ટનો સમય વેડફાય છે. પરંતુ નવી સૂચના પછી, પોલીસે ટ્રાફિક નિયમોની અમુક કેટેગરી તોડવા માટે ફૂટેજ એટલે કે વીડિયો લેવો પડશે. જેને કોર્ટમાં પુરાવા તરીકે રજૂ કરવામાં આવશે. આ રીતે વીડિયો ફૂટેજમાં જ બધુ સ્પષ્ટ થઈ જશે. જેના કારણે વાહન માલિક પોતાને નિર્દોષ સાબિત કરી શકશે નહીં. માર્ગ પરિવહન મંત્રાલયે રાજ્યોને ઇલેક્ટ્રોનિક મોનીટરીંગ અને માર્ગ સલામતીના અમલ અંગે સૂચના જારી કરી છે. આ અંતર્ગત, મુખ્ય ચાર રસ્તાઓ, રાજમાર્ગો, રસ્તાઓ, રેડલાઇટ અને ટ્રાફિક કર્મીના શરીર પર કેમેરા લગાવવામાં આવશે. બસ એન્ડ કાર ઓપરેટર્સ કન્ફેડેરશન ઓફ ઇન્ડિયા (CMVR) ના ચેરમેન ગુરમીત સિંહ તનેજા કહે છે કે, માર્ગ પરિવહન મંત્રાલયનો આ ફેરફાર ખૂબ જ અસરકારક રહેશે, તેનાથી પોલીસ અને કોર્ટ બંનેનો સમય બચશે.

Comments