બોરસદ-ડભાસી રોડ પર ટ્રક અને ટેમ્પા વચ્ચે અકસ્માત માં એકનું મોત

વાસદ-બગોદરા હાઈવે પર અકસ્માતોના બનાવો વધી રહ્યાં છે. ત્યારે બોરસદ-ડભાસી રોડ ટ્રક અને આઈસર ટેમ્પા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ટેમ્પા ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.જ્યારે ટ્રક ચાલકને ઈજાઓ પહોંચાતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. વાસદ-બગોદરા હાઈવે ઉપર રોજે રોજ અકસ્માતની વણઝાર સર્જાતી હોય છે ત્યારે શુક્રવારે વાસદ-બગોદરા હાઈવે પર ડભાસી ડભાસી તરફથી રોંગ સાઈડે આવી રહેલા ટ્રક ચાલક દ્વારા બોરસદ તરફથી આવી રહેલી ટેમ્પાને જોરદાર ધડાકા સાથે ટક્કર મારી હતી.

જેમાં ટેમ્પા ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે ટ્રકના ચાલકને 108ની મદદથી તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. આ બનાવની જાણ થતા જ આસપાસના ટોળાં સ્થળ‌ પર ઉમટી પડ્યા હતા. બોરસદ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, વાસદ બગોદરા હાઈવે ઉપર અકસ્માતની વણઝાર રોજે રોજ સર્જાતી હોય છે.

હાલ ફોર લેન રોડ બનાવવાની કામગીરી ચાલુ છે રોડ બનાવતી કંપની દ્વારા રોડને ગમે તે સમય સિંગલ સાઈડનો બંધ કરીને વાહનો માટે અવર-જવર માટે બંધ કરી દેવામાં આવે છે. ત્યારે સિંગલ હાઇવે ઉપર બંને તરફના વાહનો અવરજવર કરતા હોય અકસ્માતો થવાની સંભાવનાઓ વધુ છે.

                                                     અહે.નિલ પટેલ

Comments