દિલ્હીની રોહિણી કોર્ટમાં શૂટઆઉટ

 ગેંગસ્ટર જીતેન્દ્ર ગોગીની હત્યા, વકીલના ડ્રેસમાં આવેલા 3 શૂટરને પોલીસે ઠાર કર્યા



દિલ્હીની રોહિણી કોર્ટ પરિસરમાં શુક્રવારે ગેંગવોર થઈ. બદમાશોએ ગોલી મારીને ગેંગસ્ટર જીતેન્દ્ર ગોગીની હત્યા કરી છે. આ ગેંગવોરમાં ગોગી સહિત કુલ ત્રણ લોકો માર્યા ગયા છે. ફાયરિંગમાં 3થી 4 લોકો ઘાયલ પણ થયા છે. રિપોર્ટ મુજબ ગોગીને સુનાવણી અંતર્ગત કોર્ટમાં લાવવામાં આવ્યો હતો જ્યાં વકીલના ડ્રેસમાં આવેલા 3 બદમાશોએ તેના પર ફાયરિંગ કર્યું.


દિલ્હી પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ જણાવ્યું કે જ્યારે ગેંગસ્ટર ગોગીને કોર્ટમાં સુનાવણી અંતર્ગત લાવવામાં આવ્યો તો બે ગુનેગારે તેના પર ગોળીઓ ચલાવી. પોલીસની જવાબી કાર્યવાહીમાં બંને હુમલાખોર માર્યા ગયા. તેમાંથી એક હુમલાખોર પર 50,000નું ઈનામ હતું.


વકીલ લલિત કુમારે જણાવ્યું કે હુમલાખોર વકીલના ડ્રેસમાં આવ્યા હતા. તેઓએ ગોગીને 3 ગોળીઓ મારી. ગોગીની સુરક્ષામાં જે દિલ્હી પોલીસના લોકો હતા તેઓએ 25-30 ગોળીઓ ચલાવી, જેમાં શૂટર્સ ઘટના સ્થળે જ માર્યા ગયા. ગોગીની હોસ્પિટલમાં મોત થઈ ગઈ.


લલિત કુમારે એમ પણ જણાવ્યું કે ઘટના ગોગીની સુનાવણી દરમિયાન થઈ. જજ, સ્ટાફ અને વકીલ પણ હાજર હતા. સાંભળવામાં આવ્યું છે કે અમારા એક ઈન્ટર્નને પણ પગમાં ગોળી વાગી છે. ઘટના આજે લગભગ 1-15 વાગ્યાની છે. સવારે યોગ્ય રીતે ચેકિંગ થતું નથી, ઘણી જ બેદરકારી દાખવવામાં આવે છે.

Comments