આણંદ જિલ્લાના લોકસભા નાં સાંસદ શ્રીમિતેષભાઈ પટેલે જરૂિયાતમંદોને મદદ કરી.

આણંદ લોકસભા ના સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ દ્વારા જરૂરિયાતમંદ ગરીબ પરિવારોને ને ઠંડી સામે રક્ષણ મળે તે હેતુથી ગરમ જેકેટ નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જે ગરીબ લોકો ને રહેવા માટે છત નથી તે લોકોને તેમના કાર્યાલય ની ગાડી દ્વારા દીન દયાલ હોલ ખાતે રહેવા તથા જમવાની વ્યવસ્થા કરી આપી હતી. આ પ્રસંગે સાંસદ શ્રી સાથે આણંદ જિલ્લા ભાજપ કોષાધ્યક્ષ શ્રી યોગેશભાઈ પટેલ, આણંદ જિલ્લા ભાજપ મંત્રી શ્રી જગતભાઈ પટેલ, પ્રદેશ વિશેષ આમંત્રિત સભ્ય શ્રી કમલેશભાઈ ડાભી, સમાજ સેવિકા શ્રી નિરાલી કિંજલકુમાર શયાણી, યુવા મોરચાના કાર્યકરો, કાઉન્સિલર મિત્રો તથા આણંદ શહેરના કાર્યકર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
                                                    અહે. નિલ પટેલ

Comments