હવે ગુજરાત માં પણ બલ્ડોઝર સરકાર.

 

ખંભાતમાં તોફાનીઓનાં ગેરકાયદે દબાણો દૂર કરાયાં. ખંભાતના સંવેદનશીલ શક્કરપુરમાં રામનવમીના દિવસે પથ્થરમારાની ઘટનાના ઘેરા પડઘા પડ્યા છે. આ ઘટના બાદ પોલીસે ધરપકડ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ, તંત્ર પણ હરકતમાં આવી ગયું છે. ખંભાત તાલુકામાં સંવેદનશીલ પોઇન્ટ નક્કી કરીને ત્યાંનાં દબાણો દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. એના ભાગરૂપે શક્કરપુરમાં થયેલા ગેરકાયદે દબાણ હટાવવા કામગીરી શરૂ કરી છે.
અલબત્ત, પથ્થરમારાની ઘટનાના પડઘા હજુ શાંત પડ્યા નથી. સ્લિપર મોડ્યુલ બહાર આવતાં ખંભાત બીજું કાશ્મીર ન બને એ માટે રાજ્ય સરકાર દ્વારા પણ તમામ ગતિવિધિ પર નજર રાખવામાં આવી રહી છે અને ખૂબ જ ઝીણવટભરી તપાસ હાથ ચાલી રહી છે. જિલ્લા પોલીસ સાથે કેન્દ્ર અને રાજ્યની ગુપ્તચર વિભાગ પણ આ અંગે સતત સતર્ક રહી તથા કામગીરી બજાવી રહ્યું છે.

Comments