કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ નાં હસ્તે efir નું લોન્ચિંગ

વાહન ચોરી, મોબાઇલ ચોરી અને લેપટોપ ચોરી જેવી સામાન્ય અને શુલ્ક ચોરીઓને લકો નજર અંદાજ કરતા હોય છે. અથવા પોલીસ મથકે નજીવી કિંમતની વસ્તુની ફરિયાદ નોંધવામાં આવતી નથી ત્યારે ડિઝીટલ યુગમાં પોલીસ પણ આધૂનિક બની છે.
આધૂનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી લોકોના વાહન અને મોબાઇલ ચોરીના બનાવની ફરિયાદ પોલીસ મથકે નોંધાવવા ન જવુ પડે તે માટે સિટીઝન ફર્સ્ટ એપ લોંચ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવી છે.

ઇ-એફઆઇઆરની વિસ્તૃત માહિતી લોકો સુધી પહોચાડવાની પોલીસની ઝુંબેશ અંતર્ગત નઅબતકથ મિડીયા હાઉસની મુલાકાતે આવેલા ક્રાઇમ બ્રાન્ચના એસીપી ડી.વી.બસીયા અને પી.આઇ. વાય.બી.જાડેજાને પોલીસની લોક ઉપયોગી ઝુંબેશને વેગવંતિ બનાવવા નઅબતકથ મિડાયા હાઉસ દ્વારા પુરતો સહયોગ આપવામાં આવશે તેવી મેનેજીંગ તંત્રી સતિષકુમાર મહેતાએ ખાતરી આપી છે.

સિટીઝન ફર્સ્ટ એપ્લીકેશનનો વધુને વધુ પ્રચાર થાય અને લોકો તેનો વધુ ઉપયોગ કરી શકે તેમજ સામાન્ય કિંમતની વસ્તુની ચોરી બાબતે લોકો જાગૃત થાય તે માટે રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે 20 જેટલા સ્થળે હોર્ડિગ્સ મુકવામાં આવશે તેમજ ઘરે ઘરે પેમ્લેટનું વિતરણ કરવામાં ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.

વાહન ચોરી, લેપટોપ ચોરી અને મોબાઇલ ચોરીની પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવતી ન હોવાની ઉઠેલી ફરિયાદનો નિકાલ કરવા માટે ખાસ પ્રકાસની માહિતી સાથેની એપ્લીકેશન લોંચ કરવામાં આવી છે જેના કારણે લોકો પોતાના વાહન, લેપટોપ અને મોબાઇલ ચોરીની ફરિયાદ એપના માધ્યમથી નોંધાવી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

Comments